પાટણ..
રાધનપુર.
અનિલ રામાનુજ રાધનપુર .
શંખેશ્વર ના લોલાડા ગામ ખાતે નારીરક્ષા સેના દ્વારા કાર્યક્રમ યોજાયો …
પાટણ જિલ્લાના શંખેશ્વરના લોલાડા ગામ ખાતે નાગણેશ્વરી માતાજીના મંદીરનાં સાનિધ્યમાં નારીરક્ષા સેના દ્વારા એક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મહીલાઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત નારી રક્ષા સેનાના પદાધિકારીઓ દ્વારા યુવતીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત મહિલાઓને જાગૃત બનવા મંતવ્ય આપ્યું હતું અને અત્યાચાર નો ભોગ ન બને કોઈ પાસામા ન ફસાઈ તે વિષય પર વિસ્તૃત વર્ણન સાથે ચર્ચા કરવામાં આવી હતી.
નારી સુરક્ષાનાં હોદ્દેદારો દ્વારા જણાવાયું હતું કે, બહેન દીકરીઓ કોઈ એવી જગ્યાએ ફસાયા હોવ અને વાહન મળવાની સક્યતા ના હોય તે સમયે સરકાર દ્વારા પણ તમારી મદદ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરેલા છે.ત્યારે આવા સંકટ સમયે એ નંબર ઉપર કૉન્ટેક કરી મદદ માગી શકો છો.અને દીકરીઓ ના માતા પિતા ને જણાવાયું હતુ કે તમારી બહેન દીકરી કે માતા ઉપર અત્યાચાર થાય તો તમે અમારી સંસ્થા નો સંપર્ક કરીને અમને તમારી વેદના જણાવી શકો છો તેવુ નારી રક્ષા સેનાના હોદ્દેદારો એ પ્રવચનમાં જણાવ્યું હતુ..આ પ્રસંગે હંસીકાબેન મેવાડા, પ્રમુખ, સલાહકાર, રઘુભા વાઘેલા, પ્રકાસ શાહ ,કૈલાસબેન પટેલ ,શિવાનંદજી મહારાજ, રાજેન્દ્ર સચાણીયા અને રિતુ મહલવાલ તેમજ લોલાડા વિસ્તાર ની મહીલાઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.


