Gujarat

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના  પ્રગતિશીલ ખેડૂતે સવા ચારસો ગ્રામની ડુંગળી ઉજેરી…

એક કિલોમાં માત્ર બે થી અઢી જ ડુંગળી થાય તેવી મસ મોટી જંમ્બો ડુંગળીનું વાવેતર કર્યું. એટલે જ કહ્યું છે કે ગમે તેમ તોય આ કુંડલા પંથક છે. અહીં ખેડૂતો પણ પોતાના પ્રગતિશીલ વિચારો દ્વારા અવનવા ખેતપ્રયોગ કરતા જોવા મળે છે
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના  પ્રગતિશીલ ખેડૂત દિલુભાઈ .ડી. બોરીચા અને જયદીપ બોરીચાએ પોતાના ખેતરમાં મસ મોટી ચારસો સાડી ચારસો ગ્રામની ડુંગળી ઉજેરી છે કે જે ડુંગળી એક્સપોર્ટ થાય તેવી ક્વોલિટીની પણ છે.  અહીં ડુંગળીના ભાવમાં હમણાં કડાકા ચાલી રહ્યા છે અને ખેડૂતોને હાલ ભાવ તૂટતા ખોટ ખાવાના વારા આવી રહ્યા છે ત્યારે લુવારાના આ પ્રગતિશીલ ખેડૂતે પોતાની સુજબુઝથી મસમોટી ડુંગળી ઉજેરી છે જે ડુંગળીને જોવા લોકો આવી રહ્યા છે. આ સફેદ ડુંગળીનું વજન કરવામાં આવે તો એક ડુંગળી સવા ચારસો ગ્રામ અને કોઈ ડુંગળી તો  પાંચસો ગ્રામની પુરી છે જે ને કિલો લઈએ તો માત્ર બે અથવા અઢી નંગ ડુંગળી થાય છે . જે ખેડૂત દ્વારા પોતાના સૂઝબૂઝ અને મહેનતથી આ ડુંગળી ઉજેરી છે અહીં અમરેલી જિલ્લામાં ખાસ કરી ૧૧ હજાર હેકટરમાં ડુંગળીનું વાવેતર નોંધાયું છે ત્યારે લુવારાના દિલુંભાઈ .ડી. બોરીચાએ પોતાના ફાર્મમાં ડુંગળીનું વાવેતર કરી મસમોટી ડુંગળીની ખેતી કરતા હાલ અડધો કિલોની ડુંગળી  ખેડૂતોમાં ચર્ચાનો વિષય બની છે

IMG-20240223-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *