Gujarat

જેતપુર નજીક બાઈક અકસ્માતમાં આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત

પોરબંદર જેતપુર નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ કેનાલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં તાલુકાના ડેડરવા ગામના આશાસ્પદ યુવકનું કમ કમાટી ભર્યું  મોત નિપજ્યું હતું.
બનાવની વિગતો અનુસાર પોરબંદર જેતપુર નેશનલ હાઈવે પર નવાગઢ નજીક આવેલ કેનાલ પાસે તાલુકાના ડેડરવા ગામનો યુવક બીપીન સરવૈયા જે પોતાનું બાઈક લઇ પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન બાઈક પરનો કાબુ ગુમાવી દેતા અચાનક બાઈક સ્લીપ થઈ જતા. આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
બનાવના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઉદ્યોગ નગર પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ નો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. અકસ્માત મામલે જેતપુર ઉદ્યોગ નગર પોલીસે તપાસ હાથ ધરી