વન વિભાગ રંગપુર રેન્જ દ્વારા વનાર જંગલ વિસ્તારમાં લાકડા કાપવાનો અવાજ આવતા રંગપુર રેન્જના સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગ દ્વારા ટ્રેક્ટરમાં લઈ જવાતો ખેરના લાકડાના જથ્થા સાથે ટ્રેકટરને કબજે લીધું હતું.

સાથે ટ્રેક્ટરમાં ભરેલ અનામત ખેર મુદ્દામાલ 1.47 ઘન મીટર જેની કિંમત રૂપિયા 46,910 તથા ટેકટરની અંદાજિત રકમ પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા 5,46,910નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

