સાવરકુંડલા તાલુકાના વીજપડી એસ.ઓ. ખાતે ખડસલીમાં એ.બી.પી એમ તરીકે ફરજ બજાવતાં રમેશભાઈ બોરીસાગર વય મર્યાદાના કારણે નિવૃત થતાં વીજપડી એસ .ઓ પરિવાર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં વીજપડી એચ. પી. એમ શ્રી મહેતા સાહેબ તેમજ એચ.ઓ.બી.ઓ.નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી ચાંદીની મૂર્તિ તેમજ સાકરનો પડો શ્રીફળ અર્પણ કરેલ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવે આ તકે દોલતી .મેરીયાણાના નિવૃત્ત કર્મચારી તેમજ ચાલુ કર્મચારી ગણ તમામ ઉપસ્થિત રહી પોતાના મંતવ્ય રજૂ કર્યા તેમનો નિવૃત્ત સમય આરોગ્યપ્રદ અને આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવી અને સમસ્ત બ્રહ્મ સમાજ વતી અનિરુદ્ધ ત્રિવેદી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ ત્યારબાદ તમામ પરિવાર અને અગ્રણી વડીલો ઉપસ્થિત રહી સાથે ભોજન પણ લીધું આ કાર્યક્રમની જવાબદારી કિરીટભાઈ કે. ત્રિવેદી તેમજ ભરતભાઈ જે.ત્રિવેદીએ સંભાળેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા