Gujarat

વાયબ્રન્ટ સમિટ પહેલાં અમદાવાદમાં પીએમ નરેન્દ્ર મોદી અને UAE પ્રેસિડેન્ટનો રોડ શો યોજાશે

અમદાવાદ,

વાયબ્રન્ટ ગુજરાતને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી ૧૦ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.જેના પગલે પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરવાના છે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીકમાં છે. ત્યારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી અને UAE પ્રેસિડેન્ટ પણ રોડ શોમાં ઉપસ્થિત રહેશે. આ રોડ શો અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી કરશે.

તો આગામી ૯ જાન્યુઆરીએ અમદાવાદમાં રોડ શો યોજાવાનો છે. રોડ શો બાદ બંન્ને દેશના વડા ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં ૩ જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટને લઈને ગૃહ વિભાગની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવેલી આ બેઠકમાં વાયબ્રન્ટની સુરક્ષા મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. તો આ બેઠકમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહ વિભાગના બજેટ અને પોલીસ ભરતી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *