રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમ નું આયોજન કરાયું
પીજીવીસીએલના બોટાદ જીલ્લા અધિક્ષક કે.ડી.નીનામા એ સેફ્ટી ને ધ્યાનમાં રહીને કામ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ.
બોટાદ જીલ્લાના રાણપુર પીજીવીસીએલ કચેરી ખાતે સેફટી સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં પીજીવીસીએલના બોટાદ જીલ્લા અધિક્ષક કે.ડી.નીનામા તેમજ ડેપ્યુટી ઇજનેર એન.આર.પાનસુરીયા, ડેપ્યુડી ઇજનેર કે.ડી.ખુંટ,રાણપુર સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર આર.એ ચૌધરી,જુનિયર ઇજનેર, લાઈનમેન કર્મચારી અને કોન્ટ્રાક્ટર સહીતના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સેફ્ટી સુરક્ષા અંતર્ગત તમામ કર્મચારીઓને સેફ્ટી ને ધ્યાનમાં રહીને કામ કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સોલાર થી થતા ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બોટાદ જિલ્લા અધિક્ષક કે.ડી.નિનામા ના માર્ગદર્શન હેઠળ રાણપુર પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી ઇજનેર આર. એ. ચૌધરી અને સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી..
તસવીર:વિપુલ લુહાર,રાણપુર




