યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ખાતે સંસ્કૃતિ ભારતીની અભ્યાસ વર્ગ શિબિર યોજાઈ હતી. જેમાં ભાવનગર વિભાગ સહીત બોટાદ, અમરેલીના સંસ્કૃત ભારતીના કાર્ય ભારી ભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા . જેમાં સર્વ પ્રથમ સંસ્થાના ડાયરેકટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના સહ મંત્રી પ્રણવભાઈ રાજ્યગુરુ સંસ્કૃત ગૌરવ પરીક્ષાના અધ્યક્ષ મનોજભાઈ ઉપાધ્યાય, વિભાગીય સહયોજક ડો. અમિતભાઈ ઉપાધ્યાય સહીતના મહાનુભાઓ દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ સંસ્થા દ્વારા ચાલતું સંસ્કૃત શક્તિ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત સ્વાગત ગીત રજુ કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા.
ત્યારબાદ આખો દીવસ દરેક મહાનુભાવો એ સંસ્કૃતમાં વિશેષ ઉદબોધનો આપી સંસ્કૃત વિષે જ્ઞાન આપ્યું હતું. આ કાર્ય ક્રમમાં પ્રણવભાઈ રાજ્યગુરુ, મનોજભાઈ ઉપધ્યાય, મુકેશભાઈ રાજ્યગુરુ, સંજયભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ ત્રિવેદી, જલ્પાબેન, શીતલબેન મહેતા, લક્ષ્મીબેન સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સર્વે મહેમાનોએ ભોજન પ્રસાદ સાથે લીધો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા

