Gujarat

ઉનામાં નિગમના અનાજના ગોડાઉનમાં  જીવજંતુ, સળેલું, અનાજનો જથ્થો જોવા મળ્યું.. ઉચ્ચકક્ષાએથી તટસ્થ તપાસ કરવાની માંગ

ઉના ગીરગઢડા રોડ ઉપર આવેલા પુરવઠા નિગમનાં ગોડાઉનમાં ઘણો લાંબા સમયથી અનાજ કઠોળ અને નિમકનો જથ્થો સડી ગયેલી હાલતમાં ગોડાઉનના એન્ટ્રી કરવાજે પ્લાસ્ટી ઢાંકી છુપાવી રાખ્યો હોય આ ખરાબ બગડેલા અનાજ કઠોળ અને નિમકનાં જથ્થાની આજુબાજુમાં સારા કોલેટીનાં સરકારી પુરવઠાનો માલ ગોઠવી દેવાયો છે. જ્યાંથી હજારો બાળકો અને લાખો રેશનકાર્ડ પરિવારોને અનાજ જીવ જંતુ જીવાત વાળું પહોંચતું હોવાની વારંવાર ફરીયાદો ઉઠી રહીં છે.
આ ખરાબ જથ્થો અને નમક છેલ્લા ત્રણેક વર્ષથી સંડેલુ ગોડાઉનમાં રાખેલ છે તે સડી જતાં તેમાં પાઉડર ખરતો જોવાં મળે છે તેમજ મોટાં પાયે સડી ગયેલું નમક પણ ગોડાઉનમાં સંઘરો કરાતી આ પોલ ખુલી ન પડે એટલે ગોડાઉન મેનેજર દ્વારા પોતાના પાપ થી બચવા બચાવ કરેલ.
ઉના તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં શાળાના બાળકોને અપાતાં રાશનમાં જીવજંતુ અને ઈયળો નિકળતી હોવાની ફરીયાદો શાળામાં ઉઠવા પામી હતી. ત્યાર બાદ તપાસ કરાતાં આ જંતુંઓ પુરવઠા વિભાગનાં અનાજ ગોડાઉનમાં સંઘરો કરેલ સડેલા અનાજ, કઠોળ અને નમક માંથી બાજુમાં રખાયેલ સ્વચ્છતા વાળા નવા આવેલાં ઘઉં ચોખાના, દાળ અને કઠોળને આ ખરાબ અનાજનો જથ્થો સારા અનાજના જથ્થાને જીવાત વાળું બનાવી રહ્યું છે.
જોકે પ્રજાકીય હિતની બાબતે પુરવઠા વિભાગનો અનાજ કઠોળની જાળવણી રાખવાની જવાબદારી મેનેજરની હોય લાંબા મહિનાઓથી પડેલાં ખરાબ અનાજ કઠોળ અને સડી ગયેલા નમકની જાણ પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા સમક્ષ ઘટનાની જાણ કરતાં તેણે આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી લાંબા સમયથી સડલા આ જથ્થો નિકાલ કરી સારૂં પુરવઠાનું અનાજ બચાવવાં પ્રયાસ કરવા ખાત્રિ આપેલ હતી.
ઉના ખાતે થોડા દિવસો પહેલાં જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા રેઈડ દરમ્યાન આવેલા અધિકારી સમક્ષ પણ આ પુરવઠા વિભાગનાં ગોડાઉનમાં લાંબા સમય પડેલો સડી ગયેલ અનાજ કઠોળ અને નમકનો જથ્થો નાસ ગોડાઉન મેનેજરને વિગતો સાથે લેખીત અહેવાલ રજૂ કરવા જણાવતાં મેનેજર દ્વારા માત્ર ફોન ઊપર જાણ કરાતી હોવાથી લેખીત રીપોર્ટ જિલ્લા અને ગાંધીનગર નગર પુરવઠા નિગમને દરખાસ્ત મોકલવાની સુચનાઓ આપી હોવાં છતાં કોઈ કાર્યવાહી નહીં કરી માત્ર પોતાની જો હુકમી ચલાવતાં આ મેનેજર સામે સડેલું અનાજ કઠોળનો પુરવઠાનો માલ બાબતે તપાસ કરી પગલાં લેવાં માંગણી ઉઠવા પામી છે.