આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 12મી જૂનના રોજ એન.એસ.પટેલ. કોલેજ આણંદ ખાતે બી.એસ.ડબલ્યુના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગોલ સેટીંગ વિષયે સેમીનાર યોજાયો હતો જેમાં 25 યુવકો અને 19 યુવતીઓ એમ મળીને કુલ 44 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રસ્તુત કોલેજના વિદ્યાર્થીઓ દર વર્ષે પોતાની એક્સપોઝર વિઝિટ જુદી જુદી સંસ્થાઓમાં કરતા હોય છે.
છેલ્લા બે વર્ષથી તેઓ વિદ્યાનગર ખાતે આવેલી આશાદીપ સંસ્થામાં વિઝિટ કરે છે. ગોલ સેટીંગ વિશેના આજના સેશનમાં આશાદીપના આ.ડાયરેક્ટર હસમુખ ક્રિશ્ચિયન દ્વારા આશાદીપના કાર્યોની સાથોસાથ ગોલ કેવો હોવો જોઇએ ? લાંબા ગાળાનો, ટૂંકા ગાળાનો ? સ્વોટ એનાલીસીસ, ધ્યેય પ્રાપ્ત કરવાના મહત્વના સ્ટેપ્સ જેવા અનેક મુદ્દાઓની સમજ દોઢ કલાકમાં આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓની સાથે ડૉ. અશ્વિન પટેલ તથા જયદીપ વસાવા ઉપસ્થિત રહ્યાં હતા.

