સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામમાં દીપડો સાત વર્ષના બાળકને ખેંચી ગયો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉશ્કેર ગામમાં દીપડો સાત વર્ષના બાળકને ખેંચી ગયો હતો. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો અને સુરત જિલ્લામાં શેરડી કાપનાર આ મજૂર પરિવાર માંડવી તાલુકાના ઉશ્કેર ગામની આસપાસના છાવણીમાં રહેતો હતો.
ત્યારે ગઈકાલે સાંજે મજૂર પરિવારનો સાત વર્ષનો અજય લાલસિંહ વસાવ ઘરની બહાર રમી રહ્યો હતો. દરમિયાન એક દીપડો આવ્યો અને બાળકને નજીકના ખેતરમાં ખેંચી ગયો હતો અને તેને ફાડી ખાધો હતો. બાળક જાેવા ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દીપડાના પંજાના નિશાન જાેઈ માંડવી વન વિભાગની ટીમને જાણ કરી હતી. દરમિયાન કેમ્પથી ૩૦૦ મીટર દૂર શેરડીના ખેતરમાં એક બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીઘટના બાદ માંડવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.ચોસલા અને માંડવી ફોરેસ્ટ ઓફિસર એચ.જે.વંદા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બાળકના મૃતદેહનો કબજાે લઈ નજીકના આરોગ્ય કેન્દ્રમાં રાહત અર્થે લઈ જઈ પી.એમ. વન વિભાગની ટીમે દીપડાના હુમલાના સ્થળની આસપાસના વિસ્તારોમાં મારણ સાથેના ૧૦ પાંજરા ગોઠવ્યા હતા.
તેમજ ૭ ટીમોએ કામગીરી શરૂ કરી હતી. દરમિયાન, બાળકને ફાડી ખાધા પછી, માનવભક્ષી દીપડો થોડા કલાકો પછી બાકીના શિકારને ખાવા માટે ફરીથી આવ્યો અને પાંજરામાં પૂરો થયો. વનવિભાગની ટીમે તાબડતોબ દીપડાને પકડીને સલામત સ્થળે પહોંચાડ્યો હતો. ત્યારે એક માસુમ બાળકને દીપડાએ ઝીંકી દેતા શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વન વિભાગની ટીમે પણ સરકાર દ્વારા આપવામાં આવતી મદદ આપવાની કામગીરી શરૂ કરી દીધી છે.