ગાંધીનગરમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ
જિલ્લા કલેકટર શ્રી સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર તથા ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ,મેયરશ્રી મીરાબેન પટેલ, કલેક્ટરશ્રી મેહુલ દવે અને ડી.ડી.ઓશ્રી બી.જે.પટેલ,પોલીસ અધિક્ષકશ્રી વાસમશેટ્ટી રવિતેજા, મહાનગરપાલિકા કમિશનર શ્રી જે.એન વાઘેલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડ સેન્ટ્રલ વિસ્ટા શ્રી સરદાર પટેલની પ્રતિમાથી શરુ થઇ, બેથી અઢી કિલો મીટરના રુટ પર ફરી એકતાનો? સંદેશો આપતા ટાઉનહોલ સુધી પહોંચી હતી.
સરકારી અધિકારી/કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનોના વિવિધ દળો તેમજ જિલ્લાવાસીઓ મળી કુલ ૪૫૦૦ જેટલા લોકોએ “ઇેંદ્ગ ર્હ્લંઇ ેંદ્ગૈં્રૂ” દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. એકતા દોડની શરુઆત કરતા પહેલા જિલ્લા કલેકટર શ્રી તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથેજ ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે.પટેલ, અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, પ્રોટોકોલ ઓફિસર શ્રી અર્જુનસિંહ વણઝારા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, દંડકશ્રી સેજલબેન પરમાર, શાસકપક્ષના નેતા અનિલ સિંહ વાઘેલા સહિત તમામ મહાનુભાવો, અધિકારીઓ, કર્મચારીઓ અને એકતા દોડમાં જાેડાયેલા તમામ નગરજનોએ એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.