Gujarat

ભરૂચ – દહેજ રોડ પર વહેલી સવારે એસ.આર.એફ. કંપનીની શિફ્‌ટ બસ અટાલી નજીક પલટી

દહેજ રોડ પર વહેલી સવારે એક ખાનગી કંપની ની સ્ટાફ બસ ને અકસ્માત નડ્‌યો હતો, આ ઘટનાની વાત કરીએ તો એસ.આર.એફ. કંપનીની શિફ્‌ટ બસ અટાલી નજીક પલટી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર કર્મચારીઓની દરવાજાથી નીકળવું મુશ્કેલ બનતા તમામને બારીમાંથી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

નાઈટ શિફ્‌ટના કર્મચારીઓને લઈ જતી બસ પર આટલી ગામ નજીક ચાલકે કાબુ ગુમાવ્યો હતો. બિસ્માર રસ્તાના કારણે અકસ્માત સર્જાયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બસ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. સદનસીબે તમામ કર્મચારીઓને સલામત બહાર કાઢી લેવામાં આવતા તમામનો આબાદ બચાવ થયો હતો.