Gujarat

ઝાલોદ નગરમાં ચમત્કાર : રહેણાંક મકાનના મંદિરમાં શિવલિંગ નીકળ્યું 

શિવલિંગ નીકળ્યુંની વાત નગરમાં ચર્ચાતા નગરજનો દર્શનાર્થે ઉમટયા 
ઝાલોદ નગરમાં નગરપાલિકાની પાછળ લાલ મેદાનની પાસે એક રહેણાંક મકાન આવેલું છે તે ઘરની બહાર એક મંદિર બનાવેલું છે અને તે મંદિરમાં શિવલિંગની સ્થાપના પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવેલ છે.
ઝાલોદ નગરના એક રહેણાંક મકાનમાં રહેતા શાંતાબેન ઘનશ્યામદાસ શાહ ભક્તિભાવ તેમજ ધાર્મિક પ્રવૃત્તિ થી પોતાના પરિવાર સાથે જીવન જીવી રહેલ છે તેઓને અનેક વાર સપનામા શિવલિંગના દર્શન થતાં હતાં એક દિવસ વહેલી સવારે ઉઠયા તો ઘરના દરવાજા પર શાંતાબેનને સજાવટ કરેલ શિવલિંગ જોવા મળેલ હતું. ઘરમાં તેમજ પૂજા પાઠ કરતા મહારાજની સલાહ થી ઘરના આંગણામાં તેઓએ વિધિ વિધાન મુજબ મંદિર બનાવી ત્યાં શિવલિંગની સ્થાપના કરી હતી.
આ મંદિર બનાવતા ખોદકામ દરમ્યાન ચાંદીની ખડાઉ, લક્ષ્મી વિષ્ણુની મૂર્તિ તેમજ ભગવાનની છાપ વાળા તાંબાના સિક્કા પણ મળી આવેલ હતા. આ મંદિરમાં અવારનવાર નાગ દેવતા પણ આવે છે અને તે શિવલિંગને લપેટાયેલ રહે છે અને તે નાગ દેવતાના દર્શન પણ અનેક લોકોએ કરેલ છે.
તારીખ 20-11-2024 ના રોજ વહેલી સવારે શાંતાબેનના પુત્ર ઘરે થી નીકળ્યા ત્યારે મંદીર બંધ હતું પણ બહારથી જોતા શિવલિંગ જે પહેલા સ્થાપના કરવામાં આવેલ હતું તે પોતાના મૂળ સ્થાને થી ખસી ગયેલ હતું અને તેની પાસે એક બીજું શિવલિંગ જોવા મળેલ હતું. આ વાતની જાણ શાંતાબેનના પુત્ર એ ઘરમાં કરાતા પરિવારના સહુ સભ્યો જોતા અચંબામા પડી ગયેલ હતા અને ભગવાનના સાક્ષાત ચમત્કારને નમન કરવા લાગ્યા હતા.
આ વાત નગરમાં વાયુવેગે પ્રસરતા ભગવાન શિવના સાક્ષાત દર્શન કરવા મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડેલ હતું.આ અંગે પરિવાર જનો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમારી માતા શાંતાબેન નિત્ય શિવજીની પૂજા અર્ચના કરે છે અને તેમના આશીર્વાદ થી જ આવા ચમત્કાર જોવા મળે છે.
પંકજ પંડિત  તાલુકો  : ઝાલોદ  જિલ્લો  : દાહોદ