Gujarat

ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં દીપડાના આંટાફેરા કરતા લોકોમાં ભયનો માહોલ

રાજકોટ જિલ્લામાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ફરી દીપડાની દહેશત જાેવા મળી છે. બીજી તરફ ભાદરકાંઠા વિસ્તારના ગામડામાં પણ ફરી દિપડો જાેવા મળ્યો છે. આ તરફ તલંગણા ગામના ખેતરમાં પણ દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ જાેવા મળ્યો હતો. દીપડો દેખાતા ખેડૂતો સહિત ગ્રામજનો પણ ભયભીત થયા છે. જાે કે વન વિભાગને જાણ કરવામાં આવી છે. જેના પગલે દિપડાને પકડવા માટે પાંજરા ગોઠવામાં આવશે. આ અગાઉ રાજકોટના જસદણના બેડલા ગામમાં દીપડાનો દેહશત જાેવા મળી હતી. જસદણના બેડલા ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું હતુ.દીપડાને પકડવા માટે પાંજરુ ગોઠવવામાં આવ્યું હતુ.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *