Gujarat

ડોન રૂઆ સ્કૂલ તણખલા ખાતે સ્પોર્ટ ડે આયોજન કરવામાં આવ્યું હતું

ડોન રૂઆ સ્કૂલ તણખલા ખાતે સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાળકો દ્વારા ડોન રૂઆના ચાર હાઉસ ઝાત્તી હાઉસ, સાવ્યો હાઉસ, રૂઆ હાઉસ, બોસ્કો હાઉસ દ્વારા મસ્પાસ બાદ મશાલ જ્યોત જલાવી સપોર્ટ ડેને ખુલ્લો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકો દ્વારા અલગ અલગ ડાન્સ, માસ ડ્રીલ, પિરામીડ, ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ 100 મીટર અને 50 મીટર ફાઇનલ દોડ યોજાઈ હતી. આ સીવાય બાળકોને સ્પૂન એન્ડ મારબલ, બુક બેલેન્સ, ફ્રોગ રેસ, સ્કીપિંગ, રિલે, ઓપસ્ટિકલ રેસ, કોથળા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.  વાલીઓ, શિક્ષકો અને આમંત્રિત મહેમાનો માટે પણ સંગીત ખુરશી, પાસિંગ બોલ, જેકેટ ગેમ યોજાઈ હતી.  આ સ્પોર્ટ્સ ડેના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ફાધર ડોમનિક માર્ટિ્સ, અતિથિ વિશેષ રણછોડભાઈ રાઠવા (MPHS, કવાંટ બ્લોક) અને સ્પેશ્યલ ગેસ્ટમાં વસંતાબેન રાઠવા, સ્ટાફ નર્સ ઝોઝ, ધર્મિષ્ઠાબેન રાઠવા, સ્ટાફ નર્સ વડોદરા ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
 
આ કાર્યક્રમમાં ડોન રૂઆ સ્કુલ તણખલાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સહ સાથે ભાગ લીધો. વિદ્યાર્થીઓમાં રમત ગમતની રુચિ અને ઉત્સાહને વધારવા વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરી પ્રેત્સહિત કર્યા હતા. આ સ્પોર્ટ્સ ડેને ડોન રૂઆ સ્કુલના વિદ્યાર્થીઓ, મુખ્ય મહેમાનો, વાલીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓ, PTA મેમ્બર્સ તમામે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર