જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત ઓલપાડ તાલુકાનાં માસમા ક્લસ્ટર કક્ષાની વાર્તા સ્પર્ધા માસમા પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. બાલવાટિકાથી ધોરણ ૮ સુધી ત્રણ વિભાગોમાં વાર્તા સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં માસમા ક્લસ્ટરની તમામ પ્રાથમિક શાળાઓનાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાર્તા સ્પર્ધાનાં ૧ થી ૩ વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થનાર દરેક બાળકને પ્રોત્સાહિત ઈનામ આપીને સન્માનિત કરાયા હતાં. ક્લસ્ટર કક્ષાની વાર્તા સ્પર્ધાનું આયોજન સી.આર.સી. કો-ઓર્ડિનેટર આશા ગોપાણીએ કર્યુ હતું.