Gujarat

જે.વી.મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીએ અમરેલી જિલ્લા યુવા ઉત્સવમાં હર સાલ ની જેમ આ વખતે પણ મેળવેલી નોંધપાત્ર સફળતા.

જે.વી.મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીએ અમરેલી જિલ્લા યુવા ઉત્સવમાં હર સાલ ની જેમ આ વખતે પણ મેળવેલી નોંધપાત્ર સફળતા.
શ્રી દિપક હાઇસ્કુલ અમરેલી ખાતે યોજાયેલ અમરેલી જિલ્લા કક્ષાના યુવા મહોત્સવમાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીએ સંગીત વિભાગમાં ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ. શાળાના વિદ્યાર્થી હરીયાણી મીત હળવું કંઠય સંગીતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ.શાળાના સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાના માર્ગદર્શન અને તાલીમ હેઠળ હર સાલ વિદ્યાર્થીઓ સંગીતના વિભાગમાં ભાગ લઈ વિજેતા બને છે. શાળાના વિદ્યાર્થીની સફળતાને શ્રી નુતન કેળવણી મંડળ ના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી આશિષકુમાર એમ. જોશી એ અભિનંદન આપી બીરદાવેલ અને હજુ આગળ વધો અને શાળાનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવેલ.

IMG-20240924-WA0058.jpg