Gujarat

શાળાએથી ઘરે જતા ટેમ્પો માં છેડતીનો શિકાર બનતા ચાલુ ગાડીએ કૂદી પડેલ ઇજાગ્રસ્ત અને બોડેલીની એક ખાનગી હોસ્પિટલમાં  સારવાર લઈ રહેલ વિદ્યાર્થીનીઓની મુલાકાતે 

 સાંસદ ગીતાબેન રાઠવા ,ધારાસભ્ય અભેસિંહ તડવી અને તાલુકા પંચાયત પ્રમુખ શિતલ કુંવરબા મહારાઉલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલવ પહોંચ્યા હતા.સાંસદ ગીતાબેન રાઠવાએ ઘટનાને વખોડતા વિદ્યાર્થીનીઓ વહેલી સાજી બને તેવી પ્રાર્થના કરી છે અને આરોપીઓને કડક સજા કરવાની વાત કરી છે.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામની શાળાએથી છૂટ્યા બાદ ખાનગી પિકઅપમાં ઘરે જતી વખતે નશામાં ધૂત પિકઅપ ચાલક અને પિકઅપમાં સવાર અન્ય નરાધમો દ્વારા વિદ્યાર્થીનીઓ છેડતી કરાતા ડઘાઈ ગયેલ 6 વિદ્યાર્થીનીઓ પોતાની સાથે કોઈ મોટી અઘટિત ઘટના ઘટવાની ભીતિ ને લઈ ચાલુ ગાડીએ કૂદી પડી હતી,અને ઇજાગ્રસ્ત બની હતી ,જે પૈકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે વિદ્યાર્થીનીઓ બોડેલી ની એક ખાનગી હોસ્પિટલમાં  સારવાર  હેઠળ છે,પિકઅપ ચાલક દ્વારા બેફામ રીતે હંકારવાને લીધે આગળ જઈ પિકઅપ પલ્ટી મારી ગઈ હતી જેમાં ચાલક ઇજાગ્રસ્ત બન્યો છે,પોલીસે પોકસો અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ચાલકને રાઉન્ડ અપ કર્યો છે,અને ફરાર થયેલ અન્ય ચાર લોકોને ઝડપી પાડવા માટે ના ચક્રોગતિમાન કર્યા છે,ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચાવનાર ઘટનાને પગલે સાંસદ ગીતાબેન રાઠવા ,ધારાસભ્ય અભેસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ શિતલ કુંવરબા મહારાઉલ ,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને હૂંફ આપવા તેમના ખબર અંતર પૂછવા બોડેલીની ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા….

IMG_20240103_172844.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *