Gujarat

પ્લાસ્ટિક રિયુઝ કરવાના 101 આઈડિયા પર વિદ્યાર્થી કાર્યશાળા યોજાઈ ગઈ 

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે આવેલ ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ગીર  ફાઉન્ડેશન ગાંધીનગર ના સહયોગ થી “101 WAYS TO REUSE PLASTIC WASTE PROGRAMME” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં ૯૦ વિદ્યાર્થી ૧૦ શિક્ષકગણ અને સંસ્થાના ૫ પ્રતિનિધિ  હાજર રહ્યા હતા ઉદ્ઘાટનવિધિમાં સંસ્થાના સેક્રેટરીશ્રી સુધાબેન ખંઢેરીયાએ બાળકોને પ્લાસ્ટિકના ઓછા વપરાશ અને તેના ઉપયોગી પર્યાય પર ભાર મુક્યો કાર્યક્રમના તજજ્ઞશ્રી કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસરશ્રી ડો સંજયભાઈ પંડ્યાએ રાષ્ટ્રીયવિજ્ઞાનદિન નું મહત્વ , પર્યાવરણીય મિત્ર પાંચ આર વિષે સમજાવી પ્લાસ્ટિકના રિયુઝ પર પ્રવૃત્તિમયી પ્રયોગો જૂથમાં બાળકો પાસે કરાવ્યા જેમાં બાળકોએ ઈકોબ્રીક્સ , ઘરના ડેકોરેશનમાં પ્લાસ્ટિકનો રિયુઝ , વિજ્ઞાન સમજવામાં પ્લાસ્ટિક રિયુઝ આધારિત પ્રયોગો બાળકો પાસે કરાવ્યા , કાર્યક્રમના અંતે સામેલ તમામને સર્ટિફિકેટ અને કીટ અર્પણ કરવામાં આવી અને બાળકોને તેમના વિષયને અનુરૂપ ખૂબજ સરસ  માહિતગાર કર્યા હતા અને સાથે બાળકો માટે કીટ વિતરણ, ચા – નાસ્તો તેમજ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

IMG-20240216-WA0252.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *