Gujarat

સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે ગતરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

 આવા કાર્યક્રમોમાં ક્લાસ વન અધિકારીની હાજરી અપેક્ષિત હોય પરંતુ આ કાર્યક્રમમાં તેની ઉપસ્થિતિ જોવા મળી નહી..!!
ગતરોજ સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે તારીખ ૨૪-૧૨ – ૨૪ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો જેમાં કુલ ચાર અરજદારોની અરજી આવી હતી આમ તો મહિનાના ચોથા બુધવારે યોજાતો તાલુકા સ્વાગત કાર્યક્રમ નાતાલની  બુધવારે જાહેર રજા હોય ગતરોજ મંગળવારે યોજાયો હતો. જો કે તાલુકા  સ્વાગત કાર્યક્રમમાં ખૂબ જ ઓછા અરજદારો હોય એ શામાટે આટલાં ઓછા અરજદારો હોય  એ સંશોધનનો વિષય છે.
સરકાર જ્યારે પોતાના તરફથી પૂરતી વ્યવસ્થા કરવા માટે પ્રતિબદ્ધ હોય ત્યારે અરજદારોની ઉદાસીનતા કેમ છે? એ બાબતે અધિકારી લેવલે પણ ઊંડુ સંશોધન કરવા જેવું ખરું. ગતરોજ યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમ સાવરકુંડલા મામલતદાર જે. એન પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જો કે ક્લાસ વન અધિકારી કે જેની હાજરી અપેક્ષિત હોય પરંતુ આ કાર્યક્રમમાં  ઉપસ્થિત રહ્યા ન હતાં . આ સંદર્ભે પણ સાવરકુંડલા તાલુકા મામલતદાર જે. એન. પંડ્યા સાથે વાતચીત કરતાં તેણે આ મુજબ જણાવ્યું હતું. કે આજે આ તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત પોતે જ ઉપસ્થિત રહ્યા હતા. આ સંદર્ભે જેમની ડ્યુટી આજે આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હતી તે ક્લાસ વન અધિકારીની અનુપસ્થિતિ જોવા મળી હતી
બિપીન પાંધી સાવરકુંડલા