Gujarat

સાવરકુંડલાના ઘનશ્યામ નગરમાં 108 ની ટીમે વાડી વિસ્તારમાં સગર્ભા મહિલાની પ્રસુતિ કરાવી

સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર ગામના વાડી વિસ્તારનો એક કેસ રાજુલા 108 એમ્બ્યુલન્સને મળ્યો હતો. જેમાં પરપ્રાંતીય પરિવાર મજૂરી કામ અર્થે આવેલ હતો. અને 108ની ટીમે વાડી વિસ્તારમાં પહોંચી આ મહિલાની જોખમી પ્રસ્તુતિ પાર પાડી હતી.

મહિલાના ગર્ભાવસ્થાના પુરા 9 મહિના થઈ ગયા હતા. અને જરુરી કાગળો પણ હાજર ન હતા, એવામાં પ્રસૂતિની પીડા ઉપાડતા 108 નંબર પર કોલ કરવામાં આવ્યો અને આ કેસ રાજુલાની 108 એમ્બ્યુલન્સ અહીં પહોંચી ગઈ હતી.

એમ્બ્યુલન્સ વાડી સુધી જઈ શકે તેમ ન હતી. જેથી 108ના સ્ટાફ દ્વારા ચાલીને દર્દી સુધી વાડી વિસ્તારમાં પહોંચ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાને પીડા હોવાથી વાડીમા જ પ્રસૂતિ થઈ ગઈ હતી. જેથી રાજુલાના ઇએમટી લાલજી વેગડ દ્વારા સ્થળ પર જ બધી તપાસ કરી પ્રાથમિક સારવાર આપી હતી.

દર્દી આવી ગંભીર હાલતમાં પણ હોસ્પિટલ જવા તૈયાર ન હોય જેથી 108ના સ્ટાફ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા હતા. અને માતા અને બાળકને 108 એમ્બ્યુલન્સમાં લઈ અને કોલ સેન્ટર પર ઉપસ્થિત ઉપરી ફિઝિશિયન ડોક્ટર સાથે વાતચીત કરી તેમની સલાહ મુજબ માતાને ઇન્જેક્શન, બાટલા અને ઓક્સિજન આપવામાં આવ્યો હતો.

અને પાયલોટ ગીરીશભાઈ સોંધરવા દ્વારા દર્દીને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં જરૂરી રિપોર્ટ કરતા માતાને ઝેરી કમળો છે એવું નિદાન થયું હતું અને લોહીના ટકા 5.3 ગ્રામ જ હોવાથી વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે 108માં જ રીફર કરવામાં આવ્યા હતાં.