Gujarat

જેતપુર દેરડી પુલ પર ખાદ્યતેલનાં ડબ્બા ભરેલો ટેમ્પો પલટી ગયો

ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો, અકસ્માતના કારણે ટ્રાફિકજામ થયો હતો.
જેતપુર નજીક ભાદર નદી ઉપર આવેલ દેરડી જવાના પુલ પર તેલનો ભરેલો ટેમ્પો પલટી ખાઇ જતાં ટેમ્પામાં ભરેલા તેલનાં ડબ્બા  ઢોળાઈ જતાં નુકસાન થયું હતું, જ્યારે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના સ્થળે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
ઘટનાની વિગતો મુજબ જેતપુરના ભાદર નદી ઉપર આવેલ દેરડી પુલ  માર્ગ ઉપર પુલ પરથી પસાર થઈ રહેલા ખાદ્યતેલનાં ડબ્બા ભરેલ ટેમ્પા ચાલક પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન સાડી ઉદ્યોગના સિલિકેટ વાળા પાણી ઢોળાયેલો હોય જેમના કારણે  ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી ખાઈ જતાં તેલનાં ડબ્બા તુટી જતાં નુકશાન થયું હતું. ટેમ્પો ચાલક તેલનો જથ્થો ભરીને રાજકોટ થી  વિસાવદર તરફ રિટેલમાં વેપારીને ત્યાં આવી રહ્યા હતા તે સમયે આજે બપોરે ત્રણ વાગ્યાના સુમારે તેલનાં ડબ્બા લઈને ટેમ્પો નંબર GJ.11.VV.1375 લઈને આવી રહ્યો હતો. એ સમયે ટેમ્પોનું સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા પુલની સાઈડમાં અથડાતાં ધડાકા સાથે અથડાતાં  પામોલીન તેલ તેમજ ખાદ્ય તેલના પતરાના ડબ્બા તથા પુઠાના બોક્ષ પ્લાસ્ટિકના તેલનાં ડબ્બામાંથી તેલ ઢોળાઈ જતાં નુકસાન થયું હતું. પુલ પર તેલનો ટેમ્પો પલટી ખાઈ જતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, જોકે આ અકસ્માતમાં ચાલકનું આબા બચાવ થયો હતો.