Gujarat

જેતપુર નજીક ટ્રેન નીચે કપાઈ જતાં પરપ્રાંતીય શ્રમીકનું મોત

જેતપુરના નજીક ટ્રેનમાં પરપ્રાંતિય શ્રમિક ટ્રેન નીચે કપાયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટથી વેરાવળ જતી ટ્રેન નીચે અજાણ્યો યુવક આશરે 25 વર્ષીય ટ્રેન હડફેટે આવી જતા મોત નિપજ્યું હતુ. ઉદ્યોગ નગર પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થ જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતી પોલીસે અજાણ્યા યુવક અને ઓળખ માટે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે જેતપુર નજીક આવેલાં ભાદરના મોટાપુલ ઉપર આજે સવારે સમયે પસાર થતી રાજકોટ-પોરબંદર ટ્રેન હડફેટે આવી જતા આ બનાવની જાણ થતાંની સાથે જ રેલવે પોલીસ અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. આ અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ,યુવકની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવકો પરપ્રાંતીય હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા અગાઉ પણ જેતપુરમાં ટ્રેન હેઠળ પડતું મૂકીને પરપ્રાંતીય શ્રમિકે આત્મહત્યા કરી લીધી હતી.