રાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસીય દશાબ્દિ મહોત્સવ ઉજવાયો.
મંદિર પ્રતિષ્ઠા ને 10 વર્ષ પૂર્ણ થતા ત્રણ દિવસ સુધી કથા-વાર્તા,સાંસ્કૃતિક કાર્યક્રમ, અન્નકૂટ,સંતોના આશિર્વચન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને દસ વર્ષ પૂર્ણ થતા મંદિર ખાતે ત્રણ દિવસીય દશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રણ દિવસ સત્સંગ પારાયણ નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્વાન સંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી એ સંગીત શૈલીમાં ત્રણ દિવસ શાસ્ત્ર,મંદીર,સંત ઉપર ત્રણ દિવસ કથા-વાર્તા કરી હતી.તેમજ મંદિરના દસમાં પાટોત્સવ નિમિત્તે મહાપુજા ભવ્ય,અન્નકોટ, મહાઆરતી,સત્સંગ સભા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ ત્રણ દિવસીય દશાબ્દી મહોત્સવમાં મહિલા મંચ ગરબા,તુલસી પત્ર તુલા, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ શાકોત્સવ સહિતના વિવિધ ત્રણ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દશાબ્દી મહોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી આ ત્રણ દિવસીય દશાબ્દિ મહોત્સવમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ.નારાયણમુની સ્વામી એ આશિર્વચન આપ્યા હતા આ દશાબ્દી મહોત્સવમાં પૂ.ઘનશ્યામપ્રિય સ્વામી(બાપુ સ્વામી),પૂ.મુનીસેવા સ્વામી,પૂ.અમૃતસેવક સ્વામી,પૂ.અપુર્વસ્વરૂપ સ્વામી,પૂ.શ્રવણપ્રિય સ્વામી સહીત એકવીસ કરતા વધારે વિધ્વાન સંતો પધાર્યા હતા તેમજ ટેક્સપીન બેરિંગ કંપનીના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા, આર.એમ.પી.બેરિંગ કંપનીના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ રાજુભાઈ મકવાણા તેમજ દીપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા, મિતેનભાઈ મકવાણા,લલીતભાઈ સોલંકી સહિતના ઉદ્યોગપતિઓ તેમજ રાણપુર શહેર તેમજ પંથકના આગેવાનો અને હરિભક્તો મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર હાજર રહ્યા હતા.તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોએ આ મહોત્સવ નો લાભ લીધો હતો ભવ્ય ઉત્સાહ સાથે આ ત્રણ દિવસ મહોત્સવ યોજાયો હતો…
તસવીર:વિપુલ લુહાર,રાણપુર




