આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવુતી નેસ્ત નાબુદ ક૨વા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના કે અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇરામો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે અનુસંધાને ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.સી.પરમાર નાઓ પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દ૨મ્યાન પોલીસ ઈન્સપેક્ટર એ.સી.પરમાર નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે ફોર વ્હીલ ઈકો ગાડી રજી.નંબર GJ-08-BF-4592 મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અને વનાર-જામલા રોડ તરફથી છોટાઉદેપુર બાજુ થઈ આગળ જનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે ફતેપુરા ઓરસંગ હોસ્પિટલ પાસે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી ઈકો ગાડી આવતા તેને બેટરીનાં અજવાળે ઠાથથી ઉભી રાખવાનો ઇશારો કરતા તેનો ચાલક પોતાની ગાડી રોડની સાઈડમાં ઉભી રાખતા ત્રણેય ઈસમ દુવીલકુમાર માનસીંગભાઈ રાઠવા, દેવજીભાઈ ગમજીભાઈ રાઠવા અને અર્જુનભાઈ મનજીભાઈ રાઠવા કોર્ડન કરી પકડી લીધેલ જેથી ફોર વ્હીલ ઈકો ગાડી રજી.નંબર GJ-08-BF-4592 ની છે.જે ઈકો ગાડીના પાછળના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારુની પેટીઓ ભરેલ હોઈ જે પેટીઓ ગાડીમાંથી બહાર કાઢી ગણી જોતા ભુરા તથા લાલની પુઠાની કે પેટીઓ નંગ 30 હોય જેમા જોતા (૧) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ – ૧૦૮ ની કિ.રૂ. ૫૮,૮૬૦/- તથા (૨) ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી ૧૮૦ મી.લી.નાં કવાટરીયા – નંગ ૭૬૮ ની કિ.રૂ. ૧,૦૩,૬૮૦/- તથા (3) માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોગ ૫૦૦ મી.લી.નાં અંગ્રેજી લેબલવાળા પતરાના ટીન બીયર નંગ ૧૨૦ ની કિ.રૂ. ૧૫,૬૦૦/- મળી કુલ પેટી નંગ ૩૦ કુલ બોટલ નંગ ૯૯૬ કુલ કિ.રૂ.૧,૭૮,૧૪૦/- નો પ્રોહી મુદામાલ તથા મોબાઈલ નંગ.૦૩ કી.રૂ.૧૫૦૦૦/- તથા મારુતી સુઝુકી કંપનીની ઈકો ગાડી રજી.નંબર GJ-08-BF-4592 ની કિ.રૂ.3,00,000/-ની ગણી કુલ કિં.રૂ ૪,૯૩,૧૪૦/-ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

