છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુરના જામલા, કેવડી, તેજગઢ ખાતેથી બિન અધિકૃત સાદી રેતી ખનિજનું વહન કરતા ત્રણ ટ્રકને ઝડપી પાડયા હતા. તેમજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના આસપાસના વિસ્તારોમાંથી ચાર ટ્રેકટરને ઝડપી પાડયા હતા.

ખાન ખનીજ વિભાગની ટીમે આશરે એક કરોડથી વઘૂનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમને સફળતા મળેલ છે. અને વઘુ તપાસ હાથ ધરેલ છે. ખાન ખનીજ વિભાગની કાર્યવાહીથી રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

