Gujarat

પાલડી શ્રી જાળેશ્વર મહા દેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈ વેશ યોજાશે.

પાલડી શ્રી જાળેશ્વર મહા
દેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈ વેશ યોજાશે.

બે દિવસીય ભવાઈ વેશ
ના પ્રારંભ પૂર્વે જાળેશ્વર દાદાના આભૂષણોની શહેરના માગૅ પરથી ભવ્ય શોભાયાત્રા નિકળી..

પાટણ નજીક આવેલ પાલડીનાં પ્રાચીન શ્રી જાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારો દ્વારા પરંપરાગત બે દિવસીય ભવાઈવેશ યોજવામાં આવે છે.
ત્યારે બે દિવસીય ભવાઈ વેશના પ્રારંભ પૂર્વે મંગળવારે ભાદરવા સુદ ચૌદસના પાવન દિવસે સમાજના લોકો જાળેશ્વર દાદાના આભૂષણોની યજમાન હરેશભાઈ આચાર્યના નિવાસસ્થાને વિશેષ પૂજાવિધી કરી હતી.ત્યારબાદ દાદાના આભૂષણોના પટારાને વાજતે ગાજતે બદલાતા સમયની સાથે બળદ ગાડાની જગ્યાએ ટ્રેકટરમાં મુકી તેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રાએ પાલડી મુકામે પ્રસ્થાન કર્યુ હતું.છેલ્લા ઘણા વર્ષથી પાટણ શહેરમાં વસતા તળ ઔદિચ્ય બ્રાહમણ સમાજના 45 પરીવારો પોતાના સ્વખર્ચે ભાદરવા સુદ ચૌદસથી બેદિવસીય ભવાઈ વેશના વિવિધ પાત્રો ભજવે છે.
જે અનુસંધાને મંગળવારે જાળેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરી ખાતેથી લાવી મહારાજ હરેશભાઈ આચાર્યના નિવાસસ્થાને તેની વિશેષ પૂજાવિધી કરાઈ હતી. ત્યારબાદ વાજતે ગાજતે શણગારેલ ટ્રેકટરમાં આભૂષણનો પટારો મુકી જુનાગંજ ચોક ખાતે લાવવામાં આવ્યો હતો. જયાં સમાજના ભવાઈ વેશ કરતા યુવાનોએ તલવારબાજી તેમજ અન્ય ભવાઈવેશની ઝાંખી કરાવી હતી. ત્યારબાદ આ શોભાયાત્રાને પાલડી મુકામે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
આ શોભાયાત્રા શહેરના જુનાગંજ બજાર થઈ બગવાડા દરવાજા, રાજમહેલ રોડ થઈ પાલડી મુકામે જાળેશ્વર મહાદેવ મંદિર પરીસર ખાતે પહોંચી હતી.રાત્રીના સમયે જાળેશ્વર દાદાના સાનીધ્યમાં મંગલદીપ પ્રગટાવી ભવાઈવેશનો પ્રારંભ કરવામાં આવશે.

ભવાઈ એટલે ભગવાન આસુતોષને ભાવથી પ્રગટ કરવાની કિત તેવો ભાવ સમાજના લોકો માને છે. આ બે દિવસીય ભવાઈ વેશમાં સૌ પ્રથમ ગણપતિ,કાબો,ગોરખજોગણી,મીયાબીબી, ઝંડોઝુલણ, કાળકા, ભોયભોયણ, જુઠ્ઠણ જેવા ભવાઈવેશ સંગીતના તાલે રજુ કરવામાં આવે છે. આમ પાટણનાં તળ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહમણ સમાજના પરીવારોએ સેંકડો વર્ષ જુની વડવાઓની પરંપરા
ને આજે પણ અકબંધ જાળવી રહ્યા છે.

રિપોર્ટ.અનિલ રામાનુજ પાટણ

IMG-20240917-WA0068-3.jpg IMG-20240917-WA0066-2.jpg IMG-20240917-WA0067-1.jpg IMG-20240917-WA0067-0.jpg