રાણપુરમાં સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ ની નવમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો..
બોટાદ જિલ્લાના રાણપુર શહેરના સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ ચુનીલાલ.એમ. મકવાણા ની નવમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ચુનીલાલ.એમ.મકવાણા(બાબુકાકા) રાણપુર ની અંદર બેરિંગ બનાવવાની નાના કારખાનાની સ્થાપના કરી એક નાના કારખાનાથી શરૂઆત કરીને રાણપુરના લોકોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે રાણપુરમાં જ કારખાનાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ચુનીલાલ મકવાણા(બાબુકાકા) ના અથાગ મહેનત અને પરિશ્રમથી ઉદ્યોગ જગતમાં બેરિંગ ક્ષેત્રમાં ચુનીલાલ મકવાણા (બાબુકાકા) નું નામ ખૂબ જ વધતું ગયું.આજે સમગ્ર દેશ અને દુનિયામાં બેરિંગ ક્ષેત્રમાં અને ઉદ્યોગ ક્ષેત્રમાં રાણપુરનું ખૂબ જ ઊંચું નામ થયું છે ત્યારે ચુનીલાલ.એમ.મકવાણા ની નવમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાસ બેરીંગ ખાતે યોજાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર ટેક્ષસ્પીન બેરિંગ કંપનીના માલિક અમે ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા,આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક અને ઉદ્યોગપતિ રાજેશભાઈ મકવાણા, રાસ બેરિંગ કંપનીના માલિક અને ઉદ્યોગપતિ હરિભાઈ મકવાણા સહિત મકવાણા પરિવારના સભ્યો અને આલ્ફા કંપનીના લલીતભાઈ સોલંકી હાજર રહ્યા હતા અને સ્વર્ગસ્થ ચુનીલાલ એમ.મકવાણા ને નવમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન-પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને કાર્યક્રમ બાદ સમૂહમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…
તસવીર:વિપુલ લુહાર,રાણપુર