Gujarat

ઉનાના વાંસોજ ગામ પાસે સિંહે બળદનું રસ્તા પરજ મારણ કરી મિજબાની માણતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ…સમગ્ર ઘટના ત્યાથી પસાર થતા વાહન ચાલકે કેદ કર્યો

ઉનાના વાંસોજ ગામ પાસે સિંહે એક બળદ પર હુમલો કરી રસ્તાની સાઈડમાં જ મારણની મિજબાની માણતો હોવાનો સમગ્ર ઘટનાની વીડિયો ત્યાથી પસાર થતા વાહન ચાલકોએ કેદ કર્યો હોય જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ઉનાના તાલુકાના વાંસોજ ગામ નજીક મુખ્ય રોડ ઉપર અચાનક રાત્રી દરમિયાન સિંહ શિકારની શોધમાં લટાર મારતો હોય ત્યારે એક પશુ નજરે ચડતા તેમનાં પર હુમલો કરી દિધો હતો. અને ત્યારજ રસ્તાની સાઈડમાં એક ઝાડ નીચે મારણની મિજબાની માણી હતી. જે સમગ્ર ઘટના ત્યાથી રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો એ લાઈવ મારણનો વીડિયો મોબાઈલમાં કેદ કરતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.
દરિયાઈ કાંઠા વિસ્તારમાં આજુબાજુ જંગલ વિસ્તાર આવેલો હોય જેને કારણે અવાર નવાર વન્ય પ્રાણીઓ આવી જતા હોય છે. પાણીની શોધમાં અને શિકારી શોધમાં વન્યપ્રાણી ઓને આવું સામાન્ય બન્યું છે. અગાઉ બે દિવસ પહેલા પણ વાવરડા ગામમા રહેણાંક પ્લોટ વિસ્તારમાં સિંહે એક વાછરડીનું મારણ કરતો વીડિયો સ્થાનિક લોકોએ કેદ કર્યો હતો. અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.