Gujarat

છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં નાંખી લઇ જતા હોવાનો વિડિયો ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા આજે કોંગ્રેસ નેતા પ્રોસેસર અર્જુન રાઠવા એ ગામની મુલાકાત લીધી હતી

છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં નાખી લઈ જતા હોવાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ગામ લોકોએ વિડીઓ ઉતારી જાતે વાયરલ કર્યો હતો.
સીમોડ ફળિયાથી બસ સ્ટેન્ડ સુધી જવાનો માર્ગ કાચો હોવાને લઇને આ પરિસ્થિતિ સર્જાઈ હતી. કાદવ કીચડ માથી ગ્રામજનો પસાર થવા મજબૂર બન્યા હતા. અને ગામ લોકોએ વિડિયો વાયરલ કરી પાકા રસ્તાની માંગ કરી હતી.
જે મામલાની જાણ તથા કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા એ મંડલવા ગામની મુલાકાત લીધી હતી. જે રસ્તા નો વિડીયો વાયરલ થયો હતો ત્યાં પણ મુલાકાત લીધી હતી. અને ગ્રામજનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર