તારીખ 27/7/2024 શનિવારના રોજ સૈનિક શાળા બાલાચડી દ્વારા ભારત સરકારના કાર્યક્રમ શિક્ષા સપ્તાહ અંતર્ગત તેઓએ પોતાના એક્ઝિબિશન કમ વિદ્યાર્થીઓએ બનાવેલ TLM નું પ્રદર્શન અમારી શ્રી બાલાચડી પ્રાથમિક શાળાના બાળકો નિહાળી શકે તે માટે આમંત્રણ આપેલ હતુ.

તેઓના આમંત્રણને માન આપી અમે સૈનિક શાળામાં ગયા હતા.ખૂબ સુંદર વ્યવસ્થા જોવા મળી બધા સ્ટાફ દ્વારા ખૂબ સારો સહકાર અને વિવિધ સમજૂતી આપી હતી. કાર્યક્રમના અંતે તેઓ તરફથી પોતાની મેસમાં સરસ ટેસ્ટફૂલ ભોજન આપવામાં આવ્યું બાળકો ખૂબ જ ખુશ ખુશાલ જોવા મળ્યા. આમ આજરોજ અમારી શાળાનો એક નાનકડો પ્રવાસ થઈ ગયો.
રિપોર્ટર=શરદ એમ. રાવલ.