Gujarat

સાવરકુંડલામાં મમતા ઘર ખાતે આઝાદી સંગ્રામનું જીવંત ચિત્રણ

સાવરકુંડલાના અંબિકા સોસાયટીમા  મમતા ઘર ખાતે આયોજિત આઝાદી સંગ્રામના ચિત્ર પ્રદર્શને શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે. ૧૮૫૭ થી ૧૯૪૭ દરમિયાનના આઝાદી સંગ્રામના વિવિધ તબક્કાઓને દર્શાવતા ૮૦૦થી વધુ ચિત્રોએ બાળકો અને વાલીઓને આકર્ષ્યા હતા.
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન પ્રખ્યાત કેળવણીકાર કાચા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ સાહેબ અને ઘનશ્યામબાપુ, કરસનગીરીબાપુ તેમજ નાગરભાઈ ગોંડલીયા  આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મનીષભાઈ વિંઝુડા આ પ્રદર્શનના આયોજન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રદર્શન દ્વારા બાળકો અને યુવાનોમાં દેશપ્રેમની ભાવના જાગૃત થઈ છે અને તેઓ આઝાદી સંગ્રામના શહીદોને નમન કરી રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમો દેશની નવી પેઢીને આપણા ભૂતકાળ વિશે જાગૃત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એમ મમતા ઘરના મંજુલાબેન દુધરેજીયાની યાદીમાં જણાવ્યું છે
બિપીન પાંધી