Gujarat

સરસિયાના યુવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ પદયાત્રા

સરસિયાના યુવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ પદયાત્રા

ધારી તાલુકાના સરસીયા ગામના પરશુરામ યુવા ગ્રુપના ૧૭ યુવાનો સાથે જોડાયેલા પુખ્ત ઉંમરના ભાવિકજનોએ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે વહેલી સવારે ધારી, વિસાવદર, રામપરા (રૂપલઆઈ ધામ), સાસણ, તાલાળા, વેરાવળ થી સોમનાથ મહાદેવને શિશ ટેકવવા પગપાળા પ્રસ્થાન કરેલ.
પગપાળા રૂટ દરમિયાન વિસાવદર શહેરના સેવાભાવી પ્રતિનિધિઓ જશુભાઈ બશિયા પૂર્વ કોર્પોરેટર, વિદ્વાન શાસ્ત્રી જસ્મિનભાઇ જાની, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, ગણપતિ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણીએ આગંતુક પદયાત્રીઓનું પુષ્પવૃષ્ટિના સન્માન સાથે અલ્પાહારની વ્યવસ્થા કરેલ. આ વિસાવદર શહેરના સેવાભાવી મિત્રોની સરાહનીય સેવા બદલ પદયાત્રી રમેશભાઈ મહેતાએ પરશુરામ યુવા ગ્રુપ વતી આભાર વ્યક્ત કરેલ.
ત્યારબાદ પદયાત્રીઓએ આગળ પ્રસ્થાન થઈ રામપરા રૂપલ ધામમાં પહોંચી, આઇ રૂપલમાંના આશીર્વાદ મેળવેલ. બાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરી રાત્રિ મુકામ કરેલ. માં રૂપલધામ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીણાભાઈ ગઢવી તથા મેનેજિંગ ટ્રસ્ટી દેવસુરભાઈ ગઢવીએ અમારા પદયાત્રીઓ માટે સુચારુ વ્યવસ્થા ગોઠવેલ. આગળની પદયાત્રા માટે વહેલી સવારે ત્યાંથી પ્રસ્થાન થતી વેળાએ અમારી સમગ્ર ટીમ માટે ભોજન પ્રસાદ તથા નિવાસની વ્યવસ્થા કરવા બદલ જીણાભાઈ ગઢવી તથા દેવસુરભાઈ ગઢવીનો પરશુરામ યુવા ગ્રુપે આભાર સાથે રાજીપો વ્યક્ત કરેલ.
પદયાત્રીઓ રમેશભાઈ મહેતા, નિલેશભાઈ મહેતા, ચિરાગભાઈ મહેતા, કીર્તિરાજ મહેતા, છગનભાઈ મહેતા તથા સાથે જોડાયેલ રાકેશભાઈ મકવાણા તેમજ અન્ય પદયાત્રીઓની સેવાથી છેલ્લા ૨૨ વર્ષથી શ્રાવણ માસના પ્રથમ દિવસે આ પદયાત્રા ચાલુ થાય છે. તેમ ગ્રુપ મેમ્બર નિલેશ મહેતાની અખબાર યાદી જણાવે છે.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240806-WA0073-1.jpg IMG-20240806-WA0072-0.jpg