Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે 27 લાખના ખર્ચે પાણીની ટાંકી અને પાઇપ લાઈન નાખવામાં આવી હતી. તેમજ ઘરે ઘરે નળ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ત્રણ વર્ષમાં એક પણ ટીપું પાણી નળ માં ના આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાટ ગામે નર્મદાનું ફિલ્ટર વાળું પાણી ગામમાં પહોંચે તે માટે પાણી પુરવઠા બોર્ડે સંપ બનાવ્યો હતો. તેની બાજુમાં ટાંકી બનાવી અને ગામમાં પાણીની પાઈપલાઈન ઘર ઘર સુધી પહોંચાડવામાં આવી હતી. અને ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા છે. જેનો ખર્ચ 27 લાખ રૂપિયાનો સરકારી ચોપડે પાડી દેવામાં આવ્યો છે. પરંતુ એક પણ ટીપું પાણી નળ માં ના આવ્યું જયારે ત્રણ વર્ષ થી ટાંકી બની ને શોભાના ગાંઠિયા સમાન પડી રહી છે. જયારે નળવાટ  ગામના લોકો ગ્રામપંચાયતના વોટરવર્કસના પાણી ના સહારે છે. ઉનાળો આવતા પાણી ના સ્તર નીચા જતા રહે છે.
નદી કોતર સુકાઈ જાય છે. ત્યારે ગ્રામજનોને કઠિનાઈ ભોગવવી પડે છે. સરકારે આદિવાસી વિસ્તારના લોકો માટે ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે અને ઘરે ઘરે પાણી પહોંચે તે હેતુ થી લાખો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મળી ને પાણીની લાઈનની અને ટાંકીની કામગીરી યોગ્ય રીતે ના કરતા હાલ ટાંકી માં પાણી ભરવામાં આવતું નથી. ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા હતા. એ એની જાતે જ તૂટી પડ્યા હલકી કક્ષાની કામગીરી થી યોગ્ય રીતે પાઇપો નું ફિટિંગ ના કરવામાં આવ્યુંજેનો ભોગ આજે પ્રજા બની રહી છે. સરકારી ચોપડે પાણી ની ટાંકી કાર્યરત હોવાનું બતાવી દેવામાં આવ્યું છે.
 
જયારે ગ્રામજનો પાણી પુરવઠા વિભાગને ટાંકીમાં પાણી ભરવા માટે રજુઆત કરે છે. ત્યારે લોકોની રજુઆત સાંભળવામાં આવતી નથી. હાલ તો આદિવાસી વિસ્તાર માં કરોડો રૂપિયાનો ખર્ચ નલ સે જલ યોજનામાં કરવામાં આવે છે..પરંતુ તે વ્યર્થ સાબિત થયો છે. ઉચ્ચ અધિકારીઓ સમગ્ર હકીકતથી વાકેફ હોવા છતાંય પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને બચાવ કરીને કોઈ તપાસ કરતા નથી. હાલ તો છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામડાઓમાં નલ સે જલ યોજનાની કામગીરીની તપાસ થવી જોઈએ તો સમગ્ર હકીકત બહાર આવે તેમ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર