આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા I/C કે.એચ.સુર્યવંશી ઇન્ચાર્જ નાયબ પોલીસ અઘિક્ષક,બોડેલી ડીવીઝન બોડેલી નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવૃતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આઘારે એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપર વિઝન હેઠળ જીલ્લામા ચાલતી ગે.કા. પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના વિસ્તારમા પ્રોહી અંગેની કામગીરીમા નિકળેલા તે દરમ્યાન બાતમી આધારે રાસલી ગામે ભારજ બ્રિજના ડ્રાઇવર્જન પાસે રોડ ઉપરથી એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નંબર-MP-09-GG-8791 માંથી વગર પાસ પરમીટના ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મી.લીના પ્લાસ્ટીકના ક્વાટરીયા કુલ નંગ-૫૪૦ જેની કિ રૂ.૭૨,૯૦૦/- તથા પ્રોહી મુદામાલની હેરાફેરીમા પકડાયેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પીકપ ગાડી રજી.નં MP-09-GG-8791 જેની કિ રૂ.૪,૦૦,૦૦૦/- તથા અંગ ઝડતીમાથી મળી આવેલ મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- આમ મળી કુલ કિ રૂ.૪,૭૭,૯૦૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે આરોપી ખુમાનસિંગભાઇ કેંગલાભાઇ રાઠવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ જેતપુર પાવી પોલીસ દ્રારા પ્રોહી કેશ કરવામા સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર