Gujarat

સોનગઢમાં કોંગ્રેસના મહિલા સભ્ય પર જીવલેણ હુમલો કરાયો

તાપીના સોનગઢ તાલુકા પંચાયતના મહિલા સભ્ય પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ટોકરવા બેઠકના કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો થયો છે. ગતરોજ મોપેડ પર જઈ રહેલા ઉર્મિલાબેનને લાલસિંગ ગામીત નામના શખ્સના પરિવારના સભ્યોએ આંતરીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે.

ઉર્મિલાબેનના કપડાં ફાડી વાળ કાપીને માર મરાયો હોવાનું આરોપ લગાવવામાં આવ્યો છે. ઉર્મિલાબેનને હુમલા દરમિયાન સ્વબચાવ કરતા ડાબા હાથમાં ફેક્ચર થયુ છે. હાલ ઉર્મિલાબેન જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોનગઢ પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. જાે કે કોંગ્રેસના સભ્ય ઉર્મિલા ગામીત પર હુમલો કયાં કારણોસર થયો હતો તે હજી અકબંધ છે.