Gujarat

લોન ભરવાના પૈસા બાકી હોવાથી દાભોઈના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ડભોઇમાં રહેતા એક યુવકે જુદી – જુદી બેન્કો પાસેથી ક્રેડિટ કાર્ડ લઈને ખર્ચા કર્યા હતા બાદમાં તેને ખર્ચ કરેલ રૂપિયા બેન્કમાં પાંચ ભરવામાં અસમર્થ થઈ જતાં માથે દેવું ખૂબ વધી ગયું હતું. જેની ચિંતામાં યુવકે પોતાના ઘરે ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. વડોદરા પાસે ડભોઇના નડા ગામ, ડેકી ફળીયામાં જનકભાઇ માથુરભાઇ વાળંદ (ઉં. ૩૮) રહેતા હતા. તેની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા. જેનો ઉપયોગ તેઓ કરતા હતા. તેમણે ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોનો લીધી હતા. આ સાથે જ બજાજ ફાઇનાન્સ કંપનીમાંથી પણ લોન લીધી હતી.

આ લોનના પૈસા બાકી ભરવાના હોવાથી તેના માથે દેવું વધતું જતું હતું. દેવું વધતા તે ટેન્શનમાં રહેતો હતો. તે વાત મનમાં લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાની જાણ પરિવારના લોકો શોકાતુર બન્યા હતા. મૃતકના પરિચીત જીગ્નેશભાઇ માથુરભાઇ ભાટીયા દ્વારા આ અંગે ડભોઇ પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરાવવામાં આવી હતી.

અકસ્માતે નોંધ કર્યા બાદ ડભોઇ પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડભોઇ પોલીસ મથકના અધિકારીઓ દ્વારા આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે.