ઉનાના પાલડી ગામે રહેતો એક યુવાન કોઈ કારણોસર દીવના નાગવા રોડ પર આવેલ ડાયનાસોર પાર્ક પાસે વૃક્ષ પર લટકી આપઘાત કરી લેતા તેમનો ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતદેહ દિવ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. આ ઘટના થી પરીવારજનોમાં શોક પ્રસરી ગયો હતો.
પાલડી ગામે રહેતો એક યુવાન દીવના નાગવાની એક હોટલમાં કામ કરતો યુવાન ધર્મેશ બાબુભાઇ વાજા એ કોઈ કારણોસર દીવના નાગવા રોડ પર આવેલ ડાયનાસોર પાર્ક પાસે વૃક્ષ પર લટકી આપઘાત કરી લેતા તેમનો ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી. અને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં દિવ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ ત્યાંના તબીબે મૃત જાહેર કરેલ છે. અને આ અંગે તેમનાં પરિવારજનોને જાણ કરતા તાત્કાલિક દીવ હોસ્પિટલે દોડી ગયેલ આ બનાવથી મૃતકના તેમનાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. દીવ પોલીસ યુવાનનું મોત આપઘાત કે પછી અન્ય કોઈ કારણ થી મોત થયું તે અંગે આગળની વઘુ તપાસ હાથ ધરી છે.

