છોટાઉદેપુર જિલ્લામાં નવા આધારકાર્ડ અને સુધારા – વધારા માટે નાગરિકો નજીકના સ્થળે જઈ કરાવી શકાશે
છોટાઉદેપુર જિલ્લામાં આધારકાર્ડ અપડેટ, નવા મોબાઈલ નંબર એડ કરવા તથા રેશનકાર્ડ આધાર લિંક કરવાની કામગીરી પૂરજોષમાં ચાલી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના લોકોને ઘર આંગણે કેવાયસીનો લાભ થઈ રહ્યો છે જરૂરિયાત અનુસાર કીટના સ્થળની બદલી અલગ અલગ જગ્યાના લોકેશન પર આધાર કાર્ડ અપડેટ કરવામાં આવી રહ્યા છે. આધાર કાર્ડ કેવાયસી માટે જીએએસ કક્ષાના અધિકારીઓની નોડલ ઓફિસર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ સમયાંતરે ફોલોઅપ લેતા રહે છે. આ ઉપરાંત કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં પોતાના તાલુકાઓમાં નાગરિકો નવા આધારકાર્ડ અને આધારકાર્ડ સુધારા – વધારા કરાવી શકશે. છોટાઉદેપુર તાલુકામાં જનસેવા કેન્દ્ર, કલેકટર કચેરી, ફરેકુવા જુથ ગ્રામ પંચાયત, પાલસંડા ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્ર, કલેકટર કચેરી, ICDS કચેરી, છોટાઉદેપુર, સરકારી માધ્યમિક શાળા ઓડ, છોટાઉદેપુર સબ પોસ્ટ ઓફીસ, છોટાઉદેપુર બ્રાંચ, બેન્ક ઓફ બરોડા, તાલુકા પંચાયતની બાજુમાં, છોટાઉદેપુર,
જેતપુર પાવી તાલુકામાં મામલતદાર કચેરી, જેતપુર પાવી, મોટીબેજ ગ્રામ પંચાયત,ગઢ જુથ ગ્રામ પંચાયત, મજીગામ જુથ ગ્રામ પંચાયત, કાવરા ચીમલી આંગણવાડી કેન્દ્ર, ભીખાપુરા બ્રાંચ પોસ્ટ ઓફીસ, કવાંટ તાલુકામાં મામલતદાર કચેરી,કવાંટ, લાલપુર જુથ ગ્રામ પંચાયત, કવાંટ પોસ્ટ ઓફિસ, વીજળી બ્રાંચ પોસ્ટ ઓફીસ.
બોડેલી તાલુકામાં મામલતદાર કચેરી,બોડેલી, બામરોલી જુથ ગ્રામ પંચાયત, વણધા ગ્રામ પંચાયત, દેસણ જુથ ગ્રામ પંચાયત, પાણેજ જુથ ગ્રામ પંચાયત, બી.આર.સી. ભવન, બોડેલી, તાલુકા સેવા સદન, બોડેલી, બોડેલી પોસ્ટ ઓફિસ, કોસિદ્રા પોસ્ટ ઓફિસ, તાડકાછલા બાંચ પોસ્ટ ઓફીસ, બોડેલી સબ પોસ્ટ ઓફીસ. સંખેડા તાલુકામાં મામલતદાર કચેરી,સંખેડા, કન્ટેશ્વર ગ્રામ પંચાયત, પરવટા ગ્રામ પંચાયત, તાલુકા સેવા સદન, સંખેડા, સંખેડા બ્રાંચ, બેન્ક ઓફ બરોડા, સંખેડા.
નસવાડી તાલુકામાં મામલતદાર કચેરી,નસવાડી, પંખાડા (ખી) ગ્રામ પંચાયત, હરીપુરા(વ) ગ્રામ પંચાયત, પલાસણી ગ્રામ પંચાયત, ICDS, નસવાડી આમ તમામ તાલુકા કક્ષાએ ગ્રામ્યજનો લાભ લઈ શકશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર