મુક્તિધામ મેલડી માતાજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે આરતી અને અન્નકૂટ દર્શન કાર્યક્રમ યોજાયો
કવિવર બોટાદકર ની જન્મ ભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદજી ની કર્મ ભૂમિ બોટાદ નગરે જાયન્ટ્સ સંસ્થા દ્વારા વિવિધ સમાજ અને સંસ્થાઓ ના સહયોગ થી મુક્તિધામ ના પ્રણેતા સી.એલ.ભીકડીયા ના અથાગ પરિશ્રમ થી ગુજરાત નું ગૌરવરૂપ સુંદર હરિયાળું મુક્તિધામ (સ્મશાન ) નિર્માણ પામેલ છે.
મુક્તિધામ પરિસર મંદિર માં જગત જનની માં મેલડી માતાજી હાજરા હજુર બિરાજમાન છે.
તા.૯/૧૨/૨૪ બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદિર સપ્તમ પાટોત્સવ નિમિતે આરતી અને અન્નકુટ દર્શન નું આયોજન કરવામાં આવેલ .
પાટોત્સવ એટલે માતાજી નો જન્મ દિવસ જેનો સૌ માઇ ભક્તોએ આરતી – – અન્નકૂટ દર્શન નો લાભ લીધેલ.
અન્નકૂટ માં માતાજી ને લાપસી ,સુખડી ,વિવિધ મીઠાઈ , વિવિધ ફરસાણ , બેકરી ની વિવિધ વાનગી , સૂકો મેવા , દાળ ભાત શાક રોટલી ,સંભારો, પાપડ વગેરે ૫૧ વાનગીનો પ્રસાદ ધરવામાં આવેલ.