શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેન તારીખ ૨-૧૨-૨૪ ના રોજ “ગરવી ગુજરાત” થીમ આધારિત જીલ્લા કક્ષા કલા ઉત્સવ હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું. જેમાં એસ.વી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ શાળાની વિધાર્થીની બહેન પંડયા શ્રેયા ધર્મેશભાઈએ સમગ્ર જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાનું અને પોતાના પરિવારનું ગૌરવ વધારેલ છે.
આગામી ઝોન કક્ષા “કલા ઉત્સવ” તાલીમ ભવન – જુનાગઢ ખાતે તારીખ – ૧૭-૧૨-૨૪ ના રોજ ભાગ લેવા જશે. તૈયારી કરાવનાર પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા, સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદી,તેમજ શિક્ષક લાલજીભાઈ રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી. નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને શાળા પરિવારે ખૂબ – ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા