Gujarat

સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટી ખાતે આવેલ ગટર પપિંગ સ્ટેશને પપિંગ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ફારૂકભાઈ હિંગોરાની પ્રશંસનીય કામગીરી

સાવરકુંડલા શહેરમાં નાગનાથ સોસાયટી ખાતે આવેલ ગટર પંપિંગ સ્ટેશન ખાતે પપિંગ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ફારૂકભાઈ હિંગોરાની પ્રશંસનીય કામગીરી. ખાસ કરીને સફાઈ ગટર પાણી અને સ્ટ્રીટ લાઈટ  એ આમજનતાની  પ્રાથમિક જરૂરિયાત ગણાય. આ સંદર્ભે નગરપાલિકા દ્વારા આ તમામ સુવિધાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. હવે સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા ખાતે નાગનાથ સોસાયટી ખાતે આવેલ ગટર પપિંગ સ્ટેશન દ્વારા આસપાસના ગટરના ગંદા પાણીનો પાઈપલાઈન દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવે છે.
આ સંદર્ભ અહીં પપિંગ સ્ટેશન પર પપિંગ ઓપરેટર તરીકે ફરજ બજાવતાં ફારૂકભાઈ હિંગોરા અહીં તેમના ફરજના નિયત સમય દરમિયાન ફરજ બજાવતા જોવા મળે છે. ફારૂકભાઈ પોતે ખૂબ સરળ અને સહજ વ્યક્તિ છે. તેમણે પોતાની ફરજ દરમિયાન પડતી મુશ્કેલી સંદર્ભે જણાવ્યું હતું કે આ પપિંગ સ્ટેશનમાં પપિંગ ઓપરેટર તરીકે ફરજ બજાવતી વખતે કડકડતી ઠંડી હોય, વરસતો વરસાદ હોય કે ઉનાળાનો કાળો તડકો હોય પોતે પોતાના ફરજ સમય દરમિયાન ખડે પગે સેવા બજાવે  છે.
આ સંદર્ભે નગરપાલિકા સંચાલિત આ પપિંગ સ્ટેશન પાસે કોઈ આઉટ હાઉસ જેવી નાની ઓરડી હોય તો શૌચ જેવી ક્રિયા કે ઠંડી ગરમી અને વરસાદથી અહીં ફરજ બજાવતા કર્મચારીને રક્ષણ મળે તેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તો અહીં ફરજ બજાવતા કર્મચારીનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.એમ તેણે જણાવ્યું હતું. તો આ વિસ્તારના નગરપાલિકા સદસ્ય પ્રતિનિધિ જીગ્નેશભાઈ ભરાડ પણ આ પપિંગ સ્ટેશન વ્યવસ્થિત કામ કરે છે કે નહીં તે સંદર્ભે અવારનવાર મુલાકાત લે છે.
અને કોઇ સમસ્યા હોય તો નગરપાલિકા સુધી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય પ્રયાસ કરતાં જોવા મળે છે. જો કે પપિંગ સ્ટેશન એ ગટર માટે ફેફસાં જેવું કાર્ય કરે છે. એટલે ગટરના પાણીને અવરોધ રહિત આગળ વહેવડાવવા માટે પપિંગ સ્ટેશન ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.. વાત સાવ સામાન્ય છે પરંતુ પપિંગ સ્ટેશન સતત કાર્યરત રહે તો જ ગટર ઉભરાવાની સમસ્યાનું નિવારણ થઈ શકે.અને ગટરના ગંદા પાણી રસ્તા પર ન ફરી વળે.
બિપીન પાંધી સાવરકુંડલા