સાહસિક તાલીમ શિબિરમાં જોડાવવા ૨૭ ડીસેમ્બર સુધીમાં અરજી કરવી
છોટાઉદેપુર:ગુરૂવાર:- ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિની તાલીમ લેવા માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢની જેમ પર્વતારોહણની તાલીમ માટે વધુ વિકલ્પ મળે અને વધુમાં વધુ સાહસિકોને તાલીમનો લાભ મળી રહે તે હેતુથી સૌ પ્રથમ વાર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના માખણિયા પર્વત પર એડવેન્ચર તથા બેઝિક કોર્ષની સાહસ તાલીમ શિબિરનું આયોજન નજીકના દિવસોમાં થનાર છે. તો જે આ સાહસિક તાલીમ શિબિરમાં જોડાવવા માંગતા હોય તેમને તા. ૨૭/૧૨/૨૦૨૪ સુધી કોર્ષમાં ઉમર મુજબ અરજી કરવાની રહેશે.
જેમાં ૧. એડવેન્ચર શિબિરમાં જોડવવા માટે અરજી કર્યાની તારીખથી ૮ વર્ષથી વધુ અને ૧૩ વર્ષ સુધીની વય મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે. ૨. બેઝિક શિબિર માં જોડાવવા માટે અરજી કર્યાની તારીખથી ૧૪ વર્ષથી વધુ અને ૪૫ વર્ષ સુધીની વય મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે. ફોર્મ ભરવા માટે જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓની કચેરી, એ-૮, બીજો માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર. ઓફિસ સમય દરમિયાન મેળવીને ભરવાનું રહેશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી છોટાઉદેપુરની યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર