પાલિતાણાના જામવાળી ગામે આવેલી શાળામાં બાળકો માટે ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા ભોજન કર્યા બાદ મોડી રાત્રે મોટી સંખ્યામાં બાળકોને ફૂડ પોઇઝનીંગની અસર થઇ હતી. એકસાથે ૨૩ જેટલા બાળકોને ફૂડ પોઇઝનીંગની અસર થતાં આરોગ્યની જામવાળી ગામે દોડતી થઇ હતી.
જાેકે એકપણ બાળકને ગંભીર અસર ન થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. હાલમાં તમામ બાળકોની સ્થિતિ સામાન્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાલિતાણાના જામવાળી શાળામાં એક બાળકનો જન્મ દિવસ હતો. તે નિમિત્તે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને પુરી-શાક અને લાડવાનું ભોજન પીરસવામાં આવ્યું હતું.
આ ભોજન બહારથી મંગાવવામાં આવ્યું હતું. શાળાના ૧૨૦ બાળકોએ આ ભોજન આરોગ્યું હતું, ત્યારબાદ મોડીરાત્રે ૨૩ જેટલા બાળકોને ફૂડ પોઇઝનીંગની અસર જાેવા મળી હતી. જામવાળી શાળાના બાળકોને ફૂડ પોઇઝનીંગ અસર થઇ હોવાના સમાચાર મળતાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી ગઇ હતી અને તાત્કાલિક સાવરવાર શરૂ કરી દીધી હતી.
જાેકે એકપણ બાળકને ગંભીર અસર થઇ ન હતી. ૨-૩ બાળકોને બોટલ ચડાવવાની ફરજ પડી, જ્યારે અન્ય બાળકોને સામાન્ય અસર હતી. હાલમાં તમામ બાળકો સ્વસ્થ્ય છે.

