શ્રીલંકામાં એક મુસ્લિમ પ્રચારક દ્વારા યુવાનોને IS માં જોડાવવાનું કુત્યનો ઘટસ્ફોટ
ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદમાં એરપોર્ટથી પકડાયેલા ૪ આઈએસઆઈએસના આતંકીઓની તપાસમાં મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. આ આતંકીઓ પાકિસ્તાનના હેન્ડલર અબુની સાથે શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડ સાથે સંપર્ક માં હતા. આતંકીઓ મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસને રૂ ૪ લાખની શ્રીલંકન કરન્સીની વ્યવસ્થા ઓસમન્ડ ગેરાર્ડ કરી હતી.
આ કરન્સી શ્રીલંકાના હમીદ આમિર દ્વારા ચારેય આતંકીઓને પહોંચાડવામાં આવી હતી. આ ઇનપુટ ગુજરાત એટીએસ એ શ્રીલંકાની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડીપાર્ટમેન્ટને આપતા શ્રીલંકા પોલીસે હેમદ આમિર સહિત ૨ વ્યક્તિની ધરપકડ કરી છે અને શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડને વોન્ટેડ જાહેર કરીને ૨ મિલિયન એટલે ૨૦ લાખની ઇનામ જાહેર કર્યું છે..
આ હેન્ડલર મૂળ શ્રીલંકાના દેમાટાગોડાનો રહેવાસી છે અને વારંવાર વેશપલટો અને રહેઠાણ બદલતો રહેતો હોવાનું ખુલ્યું છે એટલું જ નહીં is ની આતંકી પ્રવૃત્તિમાં કટ્ટરવાદી માનસિકતા ધરાવતા યુવકોને જોડવામાં એક મુસ્લિમ પ્રચારકનું નામ ખુલ્યું છે..
જે રાષ્ટ્રીય તૌહીદ જમાત સંગઠનના પ્રચાર દ્વારા યુવાનોને ટ્રાગેટ કરે છે. આ ૪ આતંકીઓ પણ ૪૨ દિવસ સુધી આ પ્રચારક સાથે રહ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.