સુત્રાપાડા તાલુકા ના પ્રાચી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ આજ બપોર ના સમયે મેઘરાજા નું આગમન થયું હતું જેમાં પ્રાચી ,ઘંટીયા, પીપળવા,રંગપુર સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ક્યાંક હળવા જાપટા તો ક્યાંક મન મૂકીને વરસ્યા હતા લાંબા વિરામ બાદ આજે ફરી એકવાર મેઘરાજા નું આગમન થતાં ક્યાંક ખેતરો તરબતોર થયા હતા તો રસ્તા પર પણ પાણી દોડતા થયા હતા આમ જરૂરિયાત મુજબ વરસાદ વર્પુશી જતા ધરતી પુત્રો માં પણ ખુશી જોવા મળી હતી .
હાર્દિક કાનાબાર પ્રાચી

