Gujarat

સાવરકુંડલા વિસ્તારમાં લાંબા સમયના  ઇંતેજાર બાદ આખરે હાથિયા નક્ષત્રમાં ધીમી ધારે વરસાદનું આગમન

સાવરકુંડલા વિસ્તારમાં આખરે લાંબા સમયના ઇંતેજાર બાદ ગતરાત્રિના સમયથી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયું.. આમ પણ કહેવાય છે કે હાથિયા નક્ષત્રમાં વરસાદ વરસતો વરસાદ મોટેભાગે ધોધમાર હોય છે. કડાકા ભડાકા સાથે વરસાદ વરસે છે.
જો કે હાલ તો આજે સવારે પણ આકાશમાં વાદળો જોવા મળ્યા અને ધીમે ધીમે બપોર થતાં વરસવાનું શરૂઆત થઈ હતી. છેલ્લા ઘણા સમયથી સાવરકુંડલાને હાથતાળી આપીને નાસી જતા મેઘરાજાએ હવે ધીમી ધારે વરસવાનું શરૂ કરતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુકાતી મોલાતને આ વરસાદી પાણી અમૃત જેવું લાગે છે.
વરસતાં વરસાદમાં યુવાનો અને બાળકો વરસાદમાં ભીંજાઈને વરસાદની મોજ માણતાં જોવા મળેલ.વરસતાં વરસાદમાં રસ્તા પણ પાણી પાણી થયેલ જોવા મળ્યા.આ લખાઈ છે ત્યારે ધીમી ધારે પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હશે જો કે હજુ પણ વાતાવરણમાં ઉકળાટ જોવા મળે છે એટલે વધુ વરસાદનાં એંધાણ વર્તાઈ રહ્યા છે.
બિપીન પાંધી