સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકૂળના પ્રમુખ અને એક ઉચ્ચ કોટિના કથાકાર પ. પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજીની ગઢપુર મુકામે યોજાઈ રહેલ શ્રીમદ સત્સંગીજીવન પંચાહ્મ પારાયણના પ્રસંગે તેમને ભારતના પૂર્વ વડાપ્રધાન, અર્થશાસ્ત્રી અને આધુનિક યુગના આર્કિટેક્ટ સમા સ્વ મનમોહન સિંહના નિધનના દુખદ સમાચાર મળતાં ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાવ્યું કહ્યુ કે સ્વ. મનમોહનસિંહ દુનિયાના શ્રેષ્ઠ પૈકીના અર્થશાસ્ત્રી હતાં અને તેના નિધનથી ભારત જ્યારે વિશ્ર્વ ગુરૂ અને મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યુ છે ત્યારે એ આધુનિક ભારતના શિલ્પીની ખોટ કાયમ માટે સાલશે.
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2024/12/1001837215.jpg)
ભારત દેશ માટે વણપુરાય તેવી ખોટ ગણાય. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના સહ પોતાના કથા વક્તવ્ય દરમિયાન તેમને ભાવાંજલી અર્પણ કરી હતી
બિપીન પાંધી સાવરકુંડલા