ઇન્ડિયા ગઠબંદની મીટીંગ બાદ ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર પ્રાંત અધિકારીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરના અધ્યક્ષતામાં નરેશભાઈ દેવાણી, ભરતભાઈ ગીડા, તેમજ અશ્વિનભાઈ ધામેલીયા, બીપીનભાઈ લહેરી, ઈશ્વરભાઈ સિદ્ધપુરા તેમજ ખેડૂત આગેવાનીમાં પાઠવતા ઇન્ડિયા ગઠબંધન..
આજ રોજ ઇન્ડિયા ગઠબંદની મીટીંગ યોજવામાં આવેલ હતી અને તેમાં શ્રી ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરને પુષ્પગુચ્છ કરી અને સ્વાગત કરવામાં આવેલ અને આગેવાનો દ્વારા આમ જનતા અને ખેડૂતોના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવેલ અને આગામી દિવસોમાં આ તાનાશાહી સરકાર સામે ઇન્ડિયા ગઠબંધન એક જૂથ થઈને લડવાની અને આગામી ચુંટણીને ધ્યાનમાં રાખીને ખંભે ખંભા મિલાવીને બુથ લેવલ સુધી સજાગતા રાખી કાર્ય કરવા હાકલ કરી હતી અને ખેડુતોના પ્રાણ પ્રશ્નો જેવા કે સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે ABRel SPV 2 LIMITED કંપનીનો સોલાર પ્લાન્ટ બીનખેતી થયા વગર ગેરકાયદેસર રીતે ચાલતો હોય અને સરકારી જમીનમાં પણ દબાણ કરી સોલારની પેનલ ગેરકાયદેસર રીતે ઉભી કરી દેવામા આવી હોય છતા પણ કંપની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામા આવતી નથી. ઉપરોકત કંપની સામે યોગ્ય તપાસ થાય અને કાર્યવાહી થાય એ બાબતે તેમજ અમરેલી – સાવરકુંડલાના ઓળિયા ગામેથી નીકળતા રોડ માટે વર્ષો પહેલા ખેડુતોની જમીનોને સંપાદન કરીને આ રોડ મંજુર કરવામાં આવેલ હતો. તેમાં ખેડુતોની મોટાભાગે જમીનો સંપાદન થયેલી હતી અને તેમાં ખેડૂતો પણ સહમત હતા પરંતુ ભાજપ શાસિત મોટા નેતા દ્વારા અમુક મળતીયાઓને સાથે રાખીને ખેડૂતોની જમીનની મોટી રકમમાં ભાગ પડાવાના ઈરાદે ભારત સરકાર આજ અમરેલી-સાવરકુંડલાના ઓળિયા ગામે રોડને એલાઈમેન્ટ ચેન્જીંગના નામે મહુવા-જેતપુર રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં અમરેલી જીલ્લાના ૧૭ ગામો અને શહેરી વિસ્તારના બે સર્વે નંબરોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેના કારણે ખેડૂતોની જમીનો નષ્ટ અને એક જ જમીનનાં ત્રણ થી ચાર ટુકડાઓ પડી રહ્યા છે અને ખેડૂતોને પાયમાલ કરવાનું અને નેતાની તિજોરી ભરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે ત્યારે આ એલાઈમેન્ટ ચેન્જીંગ મુજબનો રોડ બંધ રાખીને અગાઉ મંજુર થયેલ રોડ મુજબ કામગીરી કરવામાં આવે જેથી ખેડૂતોની જમીન નષ્ટ થતી બચી શકે અને ખેતી કરી શકે આ ખેડૂતોના પ્રશ્ને નવા એલાઈમેન્ટ ચેન્જીંગ રદ કરવામાં આવે તેવી અમારી માંગણી સાથે પ્રાંત અધિકારીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરના અધ્યક્ષતામાં નરેશભાઈ દેવાણી,પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, ભરતભાઈ ગીડા, કોંગ્રેસ અગ્રણી, તેમજ અશ્વિનભાઈ ધામેલીયા,પ્રમુખ અમરેલી જીલ્લા સેવાદળ વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા શહેર પ્રમુખ કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, બીપીનભાઈ લહેરી,પ્રમુખ તાલુકા આપ પાર્ટી સમિતિ સાવરકુંડલા ઈશ્વરભાઈ સિદ્ધપુરા પ્રમુખ શહેર આપ પાર્ટી સમિતિ સાવરકુંડલા ખેડૂત આગેવાન સત્યમભાઈ મકાણી દાનુભાઈ ખુમાણ અગ્રણી તેમજ ખેડૂત આગેવાનીમાં પાઠવતા ઇન્ડિયા ગઠબંધન જેમાં સાવરકુંડલા અને સાવરકુંડલા ગ્રામ્યકક્ષાએથી આપ તેમજ કોંગ્રેસનાં આગેવાનો જેમાં વલ્લભભાઈ ઝીંઝુવાડીયા, મહેશભાઈ જયાણી , કિરીટભાઈ દવે, નાશીરભાઈ ચૌહાણ, હસુભાઈ બગડા, હિતેશભાઈ સરૈયા, અજયભાઈ ખુમાણ, અશોકભાઈ ખુમાણ, પરીક્ષિતભાઈ શિયાળ, ભાવેશભાઈ બગડા, ચિરાગભાઈ વાઘ, જસુભાઇ ખુમાણ, જીગ્નેશભાઈ બગડા, દીપકભાઈ સભાયા, મહેશભાઈ સભાયા, જયસુખભાઈ વિનુભાઈ ગુંદરણીયા, રુસ્તમભાઈ સમાં, માઈનોરીટી સેલ શિવરાજભાઇ ખુમાણ, વાસુરભાઈ ભમ્મર, અનિરુધ્ધભાઈ ધાધલ, બેચરભાઈ રામાણી, ઈમરાનભાઈ જાદવ,(કડી) પ્રમુખ સાવરકુંડલા સેવાદળ દેવચંદભાઈ દુધાત, ગોરધનભાઈ રાદડિયા, ઘનશ્યામભાઈ દુધાત, સાહીલભાઈ શેખ પ્રમુખ અમરેલી જીલ્લા એનએસયુઆઈ મગનભાઈ ભાલીયા, વિશાલભાઈ રાદડિયા, ચંદુભાઈ મનસુખભાઈ દુલાભાઈ વગરે તેમજ આપના કવિતાબેન પરમાર તથા સાવરકુંડલા શહેર અને તાલુકાનાં કોંગ્રેસ આગેવાનો કાર્યકતાઓ હાજર રહ્યા હતા,